દેશ અને રાજ્યનો ખેડૂત બંધનો માંથી મુક્ત થયો છે
એમ.એસ.પી. નો કાયદો પહેલેથી છે જેથી તેને ફરી બનાવી ન શકાય
ખેડૂત પોતાનો ઉત્પાદિત ખેતી પાક ગમે ત્યાં વેચવા સક્ષમઃ નિયંત્રિત બજારમાંથી મુક્ત
આણંદ- ભારત સરકાર દ્વારા દેશના ખેડૂતોના હિતમાં તાજેતરમાં ત્રણ કૃષિબિલો પાસ કરી કાયદાનું સ્વરૂપ આપી ખેડૂતોને અનેક પ્રકારના બંધનો માંથી મુક્ત કરીને ખેડૂતો પોતાનો ખેતીનો પાક દેશભરમાં કોઈપણ જગ્યાએ વેચીને સારી આવક મેળવી શકે તે માટે કરાયેલી જોગવાઈઓ સામે ખેડૂતોને આ બીલો આ કાયદો કેટલો ફાયદાકારક છે. તેની સમજણ આપવા આણંદના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલે એક પત્રકાર પરિષદમાં વિસ્તૃત સમજણ આપતાં જણાવ્યું હતું.
સાંસદ શ્રી મિતેષભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેડૂતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવાની જે વાત કરી હતી તેના અનુસંધાનમાં ભારત સરકાર દ્વારા કૃષિ બિલમાં ખેડૂતના હિત લક્ષી ત્રણ ફેરફાર કરવામાં આવ્યાં છે. તેમ કહ્યું હતું.
સાંસદ શ્રી મિતેષભાઈ પટેલે કૃષિ સુધારા બિલ આવવાથી ખેડૂત પોતાનો માલ દેશનાં કોઈ પણ ખૂણે વેચી શકશે જેના કારણે વચેટીયાઓ નાબૂદ થશે અને તેનો સીધો લાભ ખેડૂતોને મળશે જેના કારણે તેમનાં પાકનો ભાવ પણ વધુ મળશે તેમ જણાવી રાજ્યોમાં એ.પી.એમ.સી છે તે ચાલુ જ રહેશે અને એ.પી.એમ.સી માં ટેકાના ભાવે ખેડૂતોના પાકની ખરીદીની વ્યવસ્થા પણ ચાલુ જ રહેશે સાથો સાથ છેલ્લા ૬ વર્ષથી આ ટેકાના ભાવોમાં પણ સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે તેમ ઉમેર્યું હતું.
શ્રી મિતેષભાઈ પટેલે કૃષિ બિલ અંગે ખેડૂતોમાં એવી પણ ગેર સમજ ફેલાઈ રહી છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અંગે એમ.ઓ.યુ થવાથી તેમની જમીન પર તેમનો હક નહીં રહે પરંતુ હકીકત એ છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થવાથી ખેડૂતોને અગાઉથી જ તેમના પાકનું કેટલું વેતન ચુકવવામાં આવશે તેનો ખ્યાલ આવશે જેથી તેને વધુ પાક પકવવામાં પ્રોત્સાહન મળશે તેમ ઉમેર્યું હતું.
સાંસદશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવાના ઉદ્દેશને સાકાર કરવા માટે સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ સાત પગલાં ખેડૂત કલ્યાણની યોજના અમલી બનાવીને તે દિશામાં એક ડગલું માંડયું છે. જેનાથી ખેડૂતોને પોતાના ખેતરમાં પાક સંગ્રહ સ્ટ્રકચર અને વેચાણ માટે વાહન ખરીદવામાં સહાય મળી રહી છે તેમ જણાવ્યું હતું.
આણંદના સાંસદશ્રીએ આ બિલ અમલમાં આવતા ખેડૂતો પોતાનો માલ પોતાની મરજી મુજબ વેચી શકશે એટલે કે વચેટિયા નાબૂદ થશે અને તેનો સીધો જ આર્થિક ફાયદો ખેડૂતોને મળશે. ખેડૂત પોતાનો ઉત્પાદન દેશના કોઈ પણ ખૂણે વેચી શકશે અને તે પણ વગર વચેરિયાથી વેચી શકશે. દેશમાં ૮૬ ટકા ખેડૂતો બે એકરથી ઓછી જમીન ધરાવે છે જેથી આ બિલથી તેઓને સીધો જ ફાયદો થશે. તેમ વધુમાં જણાવ્યું છે.
સાંસદશ્રીએ કેન્દ્ર સરકાર મોટા કોર્પોરેટ સાથે કરાર આધારીત કરીને ખેતી ખતમ કરી નાખશે જેની હકીકત એવી છે કે અનેક દાયકાઓથી અનેક રાજ્યો કરાર આધારિત ખેતી લાગુ કરાઈ છે. જેમકે પશ્ચિમ બંગાળમાં પેપ્સીકો અને હરિયાણામાં સબ મીલર. અગાઉની સરકારે કરાર આધારિત ખેતીને પ્રોત્સાહન આપ્યું અને રાજ્યોને તે લાગુ કરવા માટે રાજી કર્યા હતા. આ ભિલથી કરાર માત્ર ઉપજ પર જ લાગુ રહેશે જમીન પર માલિક અને ખેડૂતોનો જ અધિકાર રહેશે તેમ ઉમેર્યું હતું.
સાંસદશ્રીએ આ બિલ ખેડૂતોને ટેકાના ભાવની સુરક્ષાથી વંચિત રાખવાનું ષડયંત્ર છે એવી વાતો સામે હકીકત એવી છે કે આ બિલ ટેકાના ભાવને જરા પણ પ્રભાવિત નથી કરતું તથા ટેકાના ભાવ પ્રમાણે ખરીદીની વ્યવસ્થા યથાવત રહેશે ખેડૂતોને વધુ સારા ભાવ મળે તે માટે એ.પી.એમ.સી બહાર વધારાની વ્યાપારિક તકો ઉભી કરવામાં આવશે તેમ વધુમાં ઉમેર્યું હતું.