
આંકલાવડી સ્થિત 1 કરોડ 80 લાખના ખર્ચે તૈયાર થનાર મહાદેવપુરા-આંકલાવડી નવી વસાહત થી શ્રી શ્રી રવિશંકર મહરાજના આશ્રમને જોડતા રસ્તાનું સાંસદશ્રી મિતેષભાઈ પટેલ ના વરદ હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે સાંસદશ્રીની સાથે આણંદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી અલ્પાબેન પરમાર, આંકલાવ વિધાનસભાના ના ભાજપના ઉમેદવાર શ્રી ગુલાબસિંહ પઢિયાર, આણંદ તાલુકા મહામંત્રી શ્રી શૈલેષભાઇ પટેલ, તાલુકા પંચાયત સભ્યશ્રી અશોકભાઈ રાઉલજી, આંકલાવડીના સરપંચ શ્રી માલતીબેન, સરપંચ શ્રી માધાભાઈ પરમાર, ડે.સરપંચશ્રી મિટેશભાઈ સોલંકી, શ્રી જૈમીનભાઈ, શ્રી શ્વેતલભાઈ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા


