કરમસદ સ્થિત ચરોતર ભોઈ સેવા સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત 24 માં સમૂહ લગ્નોત્સવ પ્રસંગે સાંસદશ્રી મિતેષભાઈ પટેલએ ઉપસ્થિત રહી નવદંપતિઓને આશીર્વાદ આપ્યા. આ અવસરે સાંસદશ્રીની સાથે વિધાનસભાના મુખ્ય દંડક અને બોરસદના ધારાસભ્યશ્રી રમણભાઈ સોલંકી, આણંદના ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ સહિત ભોઈ સમાજના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા