આણંદ રેલવે સ્ટેશન ખાતે તૈયાર થયેલ નવનિર્મિત ઉપરોકત પગપાળા પૂલ અને લિફ્ટની સુવિધાનું સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ ના વરદ હસ્તે ઉધ્ઘાટન કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે સાંસદશ્રીની સાથે આણંદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી યોગેશભાઇ પટેલ, આણંદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રૂપલબેન પટેલ, આણંદ શહેર પ્રમુખ શ્રી મયુરભાઇ પટેલ, આણંદ શહેર મહામંત્રી શ્રી અમિતભાઇ ઠાકોર, આણંદ તાલુકા પ્રમુખ દિનેશભાઇ પટેલ, આણંદ રેલ્વે ડી.આર.એમ, આણંદ નગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ, જિલ્લા અને તાલુકા સંગઠનના હોદેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.