આણંદ-સેવા ક્ષેત્રે અનેક પ્રવૃત્તિઓનું કેન્દ્ર એટલે ગોકુલધામ નાર, સંવેદના સભર માનવ સેવા માટે જાણીતા ગોકુલધામ ખાતે આજે ૧૦ હજાર જેટલા વૃદ્ધ મહિલા અને પુરૂષોને ચાલવામાં ટેકો મળે અને સરળતા
થી હરી ફરી શકે તેવી ટેકા લાકડી(સ્ટીક) અને ઘોડી અર્પણ કરવામાં આવી હતી.
આ વિતરણ કાર્યક્રમમાં પ્રિતુલભાઈ પટેલ, હિરેનભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ, અતુલભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, મૌલીનભાઈ શાહના આર્થિક સહયોગથી ૨૭૦૦ નંગ વોકીંગ સ્ટીકનું સુચારૂં વિતરણની જવાબદારી વ્યવસ્થાપન રોટરીક્લબ ઓફ તારાપુરના પ્રમુખ શ્રી શુભાષભાઈ પટેલ દ્વારા કરાયું હતું.
આ ઉપરાંત ગોકુલ ગામ નાર ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં અમેરીકા સ્થિત વર્જીનીયામાં બીચ સેવા મંડળ શૈલેષભાઈ પટેલ, મનનભાઈ શાહ, રૂદ્રાક્ષભાઈ પટેલ, જૈનિશભાઈ પટેલ, નૌતમસ્વામી વડતાલ, પુરાણીસ્વામી, ગોકુલધામ નારના સાધુ શુકદેવ સ્વામી, સાધુ હરિકેશવ સ્વામી, જિલ્લાના અગ્રણી મહેશભાઈ, મહેશભાઈ પુજારા-મુંબઈ, રાજેષભાઈ સરપંચ નાર, નિલેશભાઈ ઠાકરે, કેતનભાઈ, જશભાઈ આશી, નગીરભાઈ શાહપુર, મહેન્દ્રભાઈ અમીન હાજર રહ્યાં હતાં.
એન.આર.આઈ દાતાઓના રૂા. ૯ લાખના દાનથી ટેકા સ્ટીક અને ઘોડી વૃધ્ધાશ્રમો અને આજુબાજુના ગામોના અશક્ત અને વયોવૃધ્ધ લોકોને અર્પણ કરવામાં આવ્યા હતા.
તારાપુર કેળનવણી મંડળના પ્રમુખ શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે એન.આર.આઈ દાતાઓના સહયોગથી અને ગોકુલધામ નારના નેજા હેઠળ સાધુ શુકદેવ પ્રસાદદાસ અને સાધુ હરિકેશવદાસના આશીર્વાદથી અને દાતાઓના દાનથી હોસ્પિટલના દર્દીઓને ટીફીન સેવા, શાળઓમાં પીવાનું પાણી સહિતની સેવાઓ સાથે આગામી શિયાળામાં ૧૧ હજાર લોકોને સ્વેટર અને ટોપી ઠંડી સામે રક્ષણ માટે અપાશે. વયોવૃધ્ધ, અશક્ત લોકોને ટેકા લાકડી અને વોકીંગ ઘોડી મળતાં તેઓએ રાહત અનુભવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા નાર ગામનાં સેવાભાવી યુવાનો અને રોટરી કલબ ઓફ તારાપુરનાં સદસ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.