શ્રી સ્વામિનારાયણ પરમ ધામ વાસદ ખાતે આજે ધનતેરસ ના પવિત્ર દિવસે શ્રી રાધાકૃષ્ણ ગૌશાળા નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.
જેમાં સંસ્થા ના અઘ્યક્ષ શ્રી કે કે શાસ્ત્રીજી, વડતાલ ના કોઠારી શ્રી સંત સ્વામી તેમજ આનંદ જિલ્લા સાંસદ શ્રી મિટેશભાઈ પટેલ , ગૌસેવા તથા ગૌચર વિકાસ બોર્ડ આનંદ ના શ્રી સ્નેહલભાઈ ઉપસ્થિત રહી અને આ આધુનિક ગૌશાળા નું ઉદ્ઘાટન કર્યું હતું.
સંત સ્વામી એ આજ ના પવિત્ર ધનતેરસ સાથે ગૌ માહિમાની વાત રજુ કારી તેમજ સાંસદ શ્રી મિટેશભાઈ એ પણ કે કે શાસ્ત્રી જી ને ગૌ રક્ષણ અને ગૌ પાલન માટે અભિનંદન સહ સર્વે ઉપસ્થિત ભક્તો અને નાગરિકો ને નવા વર્ષની શુભ કામનાઓ પાઠવી.
કે કે શાસ્ત્રીજી દ્વાર ગૌદાન નો મહિમા સમજાવ્યો તેજ રીતે સ્નેહલભાઈ દ્વાર સરકાર શ્રી દ્વારા ચાલતા ગૌસેવાના કાર્યક્રમો અને યોજનાઓ ની સુંદર રજુઆત કરી શાસ્ત્રીજી ને અભિનંદન પાઠવ્યા હતા. આ આયોજન માં કોરોના મહામારી ને ધ્યાન માં રાખી સુંદર નૂતન યજ્ઞ શાળા માં સર્વે ઉપદ્રવ ની શાંતિ માટે યજ્ઞ નું પણ આયોજન કરવા આવેલું હતું.
સંતો દ્વારા સેવાભાવી ગૌદાતા શ્રી ઓ ના સન્માન કરી ભેટ સ્વરૂપે ગૌમાતા નું સ્વરૂપ આપવામાં આવ્યું હતું.