આણંદ જિલ્લાના વાસદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આણંદ લોકસભાના સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ ની ઉપસ્થિતિમાં જિલ્લા ના સરકારી ડોક્ટરોની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ.ટી છારી, જિલ્લા ના આરોગ્ય કેન્દ્ર ના આરોગ્ય અધિકારીઓ ડો. આર.બી.બૈસ, ડો. વી.જે ક્રિશ્ચયન, ડો. વિશાલ શાહ, ડો. રાજીવ આર. કોંટ્રાકટર, ડો. ભાવિન પટેલ, ડો. હિતેન્દ્ર એસ. ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક માં જિલ્લા ના નાગરિકો ને સારી આરોગ્ય ની સુવિધા પ્રાપ્ત થાય તથા નવા સાધનો વિકસાવવા બાબતે ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત આવનાર તહેવારો ના સમય માં કોરોના ના કેસ માં વધારો ન થાય તે સંદર્ભ માં ચર્ચા કરવામાં આવી.