ગુજરાતની સંવેદનશીલ અને પારદર્શક સરકાર
મહિલાઓ, બાળકો અને કિશોરીઓ માટે તમામ સ્તરે કામ કરી રહી છે
રાજ્ય સરકારે મહિલાઓના વિકાસની વિશેષ ચિંતા કરી
નારી શક્તિ અને તેમના સામર્થ્યને વિકાસમાં જોડીને એક નૂતન કેડી કંડારી છે
કોરોનાની મહામારીમાં પણ આંગણવાડી કાર્યકર અને તેડાગરા બહેનોએ
અડગ બનીને કોરોના અને પોષણ વોરિયર્સ તરીકેની ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે
આણંદ જિલ્લાની કાર્યકર/ તેડાગરને શ્રેષ્ઠ કામગીરી બદલ માતા યશોદા એવોર્ડ, પ્રમાણ પત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો
રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિત્તે હેન્ડ વોશીંગ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની ૧૦ લાભાર્થી બહેનોને મહાનુભાવોના હસ્તે કીટ આપવામાં આવી
આણંદ- શુક્રવારઃ- રજી ઓકટોબર પૂજય મહાત્માર ગાંધી જયંતિ અને રાષ્ટ્રીીય સ્વહચ્છરતા દિવસના ઉપલક્ષ્ય માં રાજયના મુખ્યભ મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તેા સમગ્ર રાજયમાં ૧૦૦૧ જેટલા આંગણવાડી, સેજા કચેરી અને બ્લોઉક ઓફિસના નવનિર્મિત ભવનોના લોકાર્પણ, ઇ-ભૂમિપૂજન તથા નંદઘર ઇન્ફો ર્મેશન ટ્રેડીંગ એપ્લીાકેશનનું લોન્ચીંકગ તથા જિલ્લા કક્ષાના માતા યશોદ એવોર્ડ એનાયત તથા રાષ્ટ્રીયય સ્વૂચ્છઇતા દિવસ નિમિત્તે હેન્ડપવોશના કાર્યક્રમોનું આયોજન અને રાજ્યના ૪ જિલ્લાઓમાં ૧૦૦ ટકા નલ સે જલના યોજાયેલ કાર્યક્રમમાં મહિલાઓ, બાળકો અને કિશોરીઓ માટે ગુજરાતની સંવેદનશીલ અને પારદર્શક સરકાર તમામ સ્તરે કામ કરી રહી છે તેમ પંચાયત રાજ્ય મંત્રી
શ્રી જયદ્રથસિંહજી પરમારે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જણાવ્યું હતું.
મંત્રી શ્રી જયદ્રથસિંહજીએ તત્કાલિન મુખ્યમંત્રી અને હાલનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છતા અભિયાન થકી સામાજિક વ્યાપક અભિયાનનું સ્વરૂપ આપીને ૨૦૧૪માં ૨જી ઓકટોબરને રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ તરીકે જાહેર કર્યો હતો જે આજે સમગ્ર વિશ્વમાં વિરાટ જન અભિયાન બન્યું છે તેમ જણાવ્યું હતું.
મંત્રી શ્રી જયદ્રથસિંહજીએ પ્રગતિશીલ ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં સરકાર દ્વારા મહિલા સશક્તિકરણની દિશામાં અનેક વિધ પગલાં લઈને અભિનવ માર્ગ કંડાર્યો છે. નારી શકિત આજે આર્થિક પ્રવૃત્તિમાં નિર્ણાગક સામર્થ્ય પુરવાર કરી વિકાસમાં ન માત્ર સક્રિય ભાગીદાર બની છે પરંતુ તેની સાથો સાથ જાગૃત પણ બની છે. તેમ જણાવી રાજ્ય સરકારે મહિલાઓના વિકાસની વિશેષ ચિંતા કરી નારી શક્તિ અને તેમના સામર્થ્યને વિકાસમાં જોડી એક નૂતન કેડી કંડારી છે. તેમ કહ્યું હતું.
શ્રી જયદ્રથસિંહજીએ મહિલાઓ અને બાળકોનાં સર્વાંગી વિકાસમાં મહત્વની કડી જેવા કે પોષણક્ષમ આહાર, આરોગ્ય સેવાઓ તથા પૂર્વ પ્રાથમિક શિક્ષણ જેવી મહત્વની બાબતોનો સમાવેશ કરીને રાજ્યનાં છેવાડાનાં વ્યક્તિઓ સુધી સેવાઓ પ્રાપ્ત કરી શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. તેમ ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ હાલમાં કોરોના વાઈરસ જેવી વિશ્વ વ્યાપી મહામારી ચાલી રહી છે ત્યારે આ મહામારીમાં પણ આપણી આંગણવાડી કાર્યકર અને તેડાગરા બહેનોએ અડગ બનીને કોરોના અને પોષણ વોરિયર્સ તરીકેની ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે તેમ જણાવી આંગણવાડીની બહેનોએ મહામારીના સમયમાં ૨.૫ લાખ જેટલા માસ્ક બનાવીને અને ૫૦ હજારથી વધુ ઘરોની મુલાકાત કરીને તેમના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ વિશે માર્ગદર્શન આપી તેને ડાઉનલોડ કરાવી હતી તેમ જણાવ્યું હતું.
શ્રી જયદ્રથસિંહજીએ રાજ્યમાં લગભગ ૪૨ લાખ લાભાર્થીઓને માસિક આશરે ૧૬૦૦૦ મેટ્રીક ટન ટેક હોમ રેશન મળી રહે તે માટે ગુજરાત કો ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન કાર્યરત કરી રહ્યું છે જેમાં દક્ષિણ ગુજરાત માં સુમુલ ડેરી, ઉત્તર ગુજરાતમાં બનાસ ડેરી, મધ્યગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ માટે અમૂલ ડેરીને ઉત્પાદન અને આંગણવાડી સુધી વિતરણની જવાબદારી સોંપવામાં આવી છે આમ આ પ્રકારનું આયોજન કરવામાં સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય પ્રથમ બની ગયું છે તેમ ઉમેર્યું હતું.
શ્રી જયદ્રથસિંહજીએ રાજ્ય સરકારે રાજ્યની ગરીબ, સામાન્ય અને મધ્યમ વર્ગની નારી શક્તિના કૌશલ્ય કૌવતને નવી દિશા આપવા અને માતા-બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે સંવેદનશીલ મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ઈતિહાસમાં પહેલીવાર ૧૦ લાખ માતા-બહેનોને શૂન્ય ટકા વ્યાજે લોન-ધિરાણ આપવા ક્રાંતિકારી મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના શરૂ કરી છે તેમ વધુમાં ઉમેર્યું હતું.
રાજ્ય કક્ષાના મંત્રીશ્રીએ દરેક લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા હર ઘર નલના સૂત્ર સાથે નલ સે જલ મિશનની ઘોષણા કરી હતી અને ૨૦૨૪ સુધીમાં દેશના તમામ ઘરોને નળ કનેકશ દ્વારા પીવાનું પૂરતું પાણી પહોંચાડવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો જેને રાજ્યનાં સંવેદનશીલ મુખ્ય મંત્રી
શ્રી વિજયભાઈ રૂપાણીએ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો છે તેમ જણાવી આણંદ જિલ્લાના ૩૫૭ ગામમાં કુલ ૪,૦૧,૪૦૯ નલ સે જલ અંતર્ગત નળ કનેકશન આપીને આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લાની બોરસદ-૩ની આગંણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરા એમ બે લાભાર્થીને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ જીલ્લા કક્ષાનો માતા યશોદા એવોર્ડ, પ્રમાણ પત્ર અને રોકડ પુરસ્કાર તેમજ હેન્ડ વોશીંગ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની ૧૦ બહેનોને હેન્ડ વોશીંગ કીટ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આપવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમારે સ્વાગત પ્રવચનમાં ગાંધીજી દ્વારા આપવામાં આવેલ અમૂલ્ય જીવનમંત્રો અંગે જણાવ્યું હતું.
આ પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ પોષણ અંગેની સપથ લીધી હતી.
આ પ્રસંગે આણંદના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, ખંભાતના ધારાસભ્ય શ્રી મયુરભાઈ રાવલ, આણંદ નગરપાલિકાના પ્રમુખ શ્રી કાંતિભાઈ ચાવડા, જિલ્લા કલેકટર શ્રી આર.જી. ગોહિલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિતુલભાઈ પટેલ, પ્રોગ્રામ ઓફિસર શ્રી દક્ષાબેન તાબીયાડ, અગ્રણી શ્રી મહેશભાઈ પટેલ, શ્રીમતી હંસાકુવરબા રાજ, શ્રી છત્રસિંહ જાદવ, શ્રી રમણભાઈ સોલંકી, શ્રી પ્રતાપસિંહ, શ્રી સુભાષભાઈ પટેલ અન્ય પદાધીકારીઓ, અધિકારીઓ અને વાસ્મો – યુનિટ મેનેજર કુ.કૃપાલીબેન રાવલ અને સમગ્ર વાસ્મો આણદની ટીમ અને આગણવાડી/ તેડાગરા કાર્યકર બહેનો હાલની કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સરકારની ગાઈડલાઈન મુજબ સામાજિક અંતરના પાલન સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા.